બેટીની જિંદગીનો વળાંક - કન્યા વિદાય
બેટીની જિંદગીનો વળાંક - કન્યા વિદાય
દીકરીની જિંદગીમાં આ કેવા હોય છે વિધિના વિધાન ?
પામી પ્યાર પિયરયામાં, સાસરાનું બની રહે છે સન્માન
અરમાનો તો થાય છે પૂરા પણ બની જાય છે મહેમાન પિયરયાની
વહેંચાઈ જાય છે બે ભાગોમાં, સાબિત કરે છે પોતાને બે ઘરોની શાન,
મા-બાપ માટે એક મનચાહ્યું વરદાન છે
દાદા-દાદી અને રાવલ પરિવારની શાન છે
બહેન જાનકીની છે બહેનપણી અને જાન
દેવાંશી, નિસર્ગ કુમારની જિંદગીની અરમાન છે,
દેવનો અંશ, દેવાંશી અમારી નવલખ છે
કન્યા વિદાયનું અમારે ભલે પીવાનું થોડું વખ છે,
દેવાંશી છે અમારા સંસ્કારોની પમરાટ ભરી પરખ
સારા માણસો મળી ગયા અમને, એનો સહુને હરખ છે.
