બેટીના સીમંતનો પ્રસંગ
બેટીના સીમંતનો પ્રસંગ
ચી. ડોલી અમારા પરિવારનું સ્વાભિમાન છે,
કુદરતે ડોલી ને પણ આપ્યું માતૃત્વનું અલૌકિક સન્માન છે,
ડોલીના સીમંતનો પ્રસંગ બનાવશે અમને સર્વ રીતે શ્રીમંત
દાદી દાદા અને નાની નાનાને હવે મૂડીના વ્યાજનું અનુસંધાન છે,
પુત્ર પધારે કે પુત્રી, અમારા પુરા થવાના અરમાન છે,
અમારા બચપણની ઝાંખી લઈને આવવાનો મસ્ત મહેમાન છે,
દાદી દાદા અને નાની નાના બનીને અમે બનશું સર્વ રીતે મોટા
તમારી શુભેચ્છાઓ, તમારા આશીર્વાદ અમારા માટે શ્રેષ્ઠ વરદાન છે.
