બધું અહીંનું અહીં
બધું અહીંનું અહીં
દાળ, ભાત, શાક, રોટલી
થાળી, વાડકી, ચમચી સહિત
બધું અહીંનું અહીં,
છાશ, કચુંબર ને કોળુ
લવિંગ ધાણાજીરું ને મરચું
બધું અહીં નું અહીં,
સેવઉસળ રબડી ફાલુદા
કે હોય બરફના ગોટા
બધું અહીં નું અહીં,
પાત્રા, પિત્તા, દાળવડા
કે હોય ગરમ ગોટા
બધું અહીં નું અહીં,
ખમણ, ઢોકળા ને રસ કેસરનો
ને રસ ઝરતાં રસગુલ્લઓ
બધું અહીં નું અહીં,
સાળો, સાળી, સાઢુ, ભાઈ
સાથે સાસુ ને બૈરી સારી
બધું અહીં નું અહીં,
ભાઈભાડું ને ભાઈબંધો
સાથે સારા પાડોશીઓ
બધું અહીં નું અહીં,
ઉપર જઈને શું કરવું છે
મોબાઈલ ને ટીવી અહીં
બધું અહીં નું અહીં,
ફેસબુક ઇન્સ્ટા ટ્વીટર ને વોટ્સઅપ
ખબર નહીં
ઉપર છે કે નહીં
બધું અહીં નું અહીં,
ઉપર જવાની ઉતાવળ શિદ ને
જલ્સા ને ધમાચકડી ને પકડાપકડી
બધું અહીં નું અહીં.
