STORYMIRROR

Bharat Thacker

Abstract Children

4  

Bharat Thacker

Abstract Children

અનુપમ ‘મા’

અનુપમ ‘મા’

1 min
275

‘મા’ જીવસૃષ્ટિ ચલાવવાનું કરિશ્માઈ કુદરતી ક્રમ હોય છે

‘મા’ જીવસૃષ્ટિમાં હંમેશા ને અનુપમ હોય છે,

 

પોતાના લોહીથી સિંચન કરીને સાચવતી હોય છે પેટમાં બાળને

પ્રસુતિની ભોગવે છે પીડા અને એના જીવ પર જોખમ હોય છે,

 

‘મા’ જેવી સુરક્ષા કોણ આપી શકે છે આ સકળ જગતમાં ?

દુનિયાના દરેક જોખમ સામે રક્ષા આપવામાં ‘મા’ સક્ષમ હોય છે,

 

મુંગે મોઢે સહન કરી લેતી હોય છે દુનિયાભરની પીડાઓ

પોતાના સંતાનની હર પીડા, હર ગમનું ‘મા’ મલમ હોય છે,

 

એક નાની સરખી પીડામાં પણ ચિત્કાર નિકળી જાતું હોય છે ‘ઓ મા’

‘મા’ નો કરુણામય અહેસાસ જિંદગીમાં દમબદમ હોય છે,

 

જેમણે જેમણે ગુમાવી છે પોતાની આતમ સમી ‘મા’ ને

એમને પૂછો ‘મા’ જાય ત્યારે જિંદગીમાં છવાતું કેવું માતમ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract