STORYMIRROR

Arun Gondhali

Abstract

4  

Arun Gondhali

Abstract

અકથિત

અકથિત

1 min
320

હવે એ ખુબ સુંદર દેખાય છે

કરચલીઓમાં પણ હેતલહેર દેખાય છે,


આંખોનું તેજ કદાચ ઓછું હશે

પણ નજર હજુ ધારદાર દેખાય છે,


લાગણીઓના ઢગલાં એની પાસ છે

મને જપે છે દિનરાત કારણ ખાસ છે,


વાત ઉંમરની થાય ત્યારે જાગ્રત હોય છે

આંખો એની અલગ ભવિષ્ય કહી જાય છે,


છેલ્લા દિવસની વાત થાય ત્યારે અમથી જ 

ખુદની ઉંમર ઓછી કરી,

મને દીર્ઘાયુની શુભેચ્છા આપી જાય છે,


બસ ! આ શુભેચ્છા મને ગમતી નથી 

સમજાવું તો સમજતી નથી

એ મને હરાવે એ વાત દિલને પરવડતી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract