STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

3  

Vrajlal Sapovadia

Abstract Children

આંખ

આંખ

1 min
91


કપાળે શોભાવે, નયન નમણાં, તેજ ધરતાં 

રૂપાળાં દેખાવે, પરખ કરતાં, રંગ રૂપની,


અમોને દેખાડે, નજર કરતાં, રાહ પથમાં 

છૂપાતાં પ્રકાશે, તમસ નયને, નેણ નમતાં,


વળી આંખો કાઢે, સમય નિરખી, વેણ અઘરાં 

અને આંખો મારે, નજર મળતાં, પ્રીત સજની,

કરે રાતી જયારે, તરસ તરસે, આગ દિલમાં 

મિજાજે ઉપાધી, ગરમ મગજે, લોચન વતી,


વહે આંસુ પ્રેમે, મમત વરતી, યાદ વખતે 

અશ્રુ આવે રોવે, પડત મનમાં, દુઃખ જયારે,


બટાકાને આંખો, જણતર કરી, વાવત ધરા 

જરા તીણી આંખે, નજર રખતા, શાશક બની,


બતાવે આંખો બે, તરફ રિપુને, જાણ કરવાં   

નિશા સાંજે સૂતાં, ચુપ બધુ કરી, નિંદર કરે,


કપાળે શોભાવે, નયન નમણાં, તેજ ધરતાં 

શરીરે બે આંખો, કરત શમણાં, ભાવ ભવનાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract