આમ જ કયાં
આમ જ કયાં
શ્રદ્ધાના એક તાંતણે, જીવન જીવી જવાય છે,
ગલીઓમાં, આમજ પથ્થરો, કયાં પૂજાય છે ?
આશાનું એક કિરણ, સોનાની જેમ ચમકી જાય છે,
ઘરેણાં, દોરા ને ધાગાઓનાં, આમ જ કયાં પહેરાય છે ?
હજારો પ્રાર્થનાઓમાં, એક દુઆ સાફ દિલની, કબૂલ થઈ જાય છે,
સરળ હૃદય, આ દુનિયામાં, આમ જ કયાં ઠોકર ખાય છે ?
સ્વભાવ ઉપર હંમેશા, પરિબળોની અસર થાય છે,
માણસ કાચીંડાની જેમ, આમ જ કયાં બદલાય છે ?
'ચાહત' ને પ્રેમ, આજે જગમાં ઘટતાં જાય છે,
હોનારતો વિશ્વમાં, આમ જ કયાં દરરોજ થાય છે ?
