Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjun Gadhiya

Classics

3  

Arjun Gadhiya

Classics

નવદુર્ગા પ્રાર્થના

નવદુર્ગા પ્રાર્થના

1 min
333


(રાગ : પરમેશ્વરી જય દુર્ગા...)


હે જગ જનની જગદંબા, નવ રૂપે પ્રગટી તું અંબા…

હે માતા સિંહ વાહિની, દયાળી દેવી દુર્ગા…


પ્રથમ અવતારે શૈલપુત્રી શિવસંગ તું બિરાજતી માં…

હે માતા, નવ દુર્ગા, જગ જનની જગદંબા…


દ્વિતીય અવતારે બ્રહ્મચારિણી કમંડલધારિણી માં…

હે માતા, નવ દુર્ગા, જગ જનની જગદંબા…


તૃતીય અવતારે ચંદ્રઘંટા તું કલ્યાણકારિણી માં…

હે માતા, નવ દુર્ગા, જગ જનની જગદંબા…


ચોથા રૂપે તું કુષ્માણ્ડાં આધિ-વ્યાધિ હરનારી માં…

હે માતા, નવ દુર્ગા, જગ જનની જગદંબા…


પાંચમે રૂપે તું સ્કંદમાતા પરમ સુખદાયી માતા…

હે માતા, નવ દુર્ગા, જગ જનની જગદંબા…


છઠ્ઠે અવતારે કાત્યાયની પાપ વિનાશીની માતા…

હે માતા, નવ દુર્ગા, જગ જનની જગદંબા…


સાતમી તું કાળરાત્રી કાળથી રક્ષા કરનારી માં…

હે માતા, નવ દુર્ગા, જગ જનની જગદંબા…


આઠમે અવતારે મહાગૌરી તું શ્વેતાંબર ધારિણી માં…

હે માતા, નવ દુર્ગા, જગ જનની જગદંબા…


નવમે રૂપે સિદ્ધિદાત્રી તું સર્વ સિદ્ધિ આપનારી માતા…

હે માતા, નવ દુર્ગા, જગ જનની જગદંબા…


"અર્જુન" કરે વિનંતી શરણે લેજે બાળ તારો જાણી માં…

હે માતા, નવ દુર્ગા, જગ જનની જગદંબા…



Rate this content
Log in

Similar gujarati poem from Classics