Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Pandya

Children

4  

Jagruti Pandya

Children

ચાલને મીનું જલ્દી, આજ શાળાએ જઈ

ચાલને મીનું જલ્દી, આજ શાળાએ જઈ

1 min
256

ચાલ ને જલદી મીનું, આજે શાળાએ જઈએ;

કોરોના આવ્યો ને લોક ડાઉન આવ્યું, 

કે દિ ' થી આપણ ઘરમાં જ છઇએ,

ચાલને જલદી મીનું આજ શાળાએ જઈએ.

નથી ગમતું આ માસ્ક સાથે ફરવું;

નથી ગમતું આ મોબાઈલમાં ભણવું,

દોડવું -રમવું છે ખુલ્લા મેદાને જઈએ,

ચાલને જલ્દી મીનું આજ શાળાએ જઈએ.

શાળામાં જઈએ ને મિત્રોને મળીએ;

અવનવી વાતો આજ ભેળાં મળી કરીએ,

પોપટ, ચકલી, કબૂતર ને મળી લઈએ,

ચાલને જલ્દી મીનું આજ શાળાએ જઈએ.

જતાં રસ્તામાં બધાં ગલૂડિયાં ને લઈએ;

જીદ કરે બિલ્લી તો તેનેય લઈ લઈએ,

સૌ સાથે શાળાએ જઈ મજા કરી લઈએ,

ચાલને જલ્દી મીનું આજ શાળાએ જઈએ.

નથી ગમતું ઘરમાં હવે ગુરુજીને મળી લઈએ;

ગુરૂ સાથે જ્ઞાનની થોડી વાતો કરી લઈએ,

"ગમતું નથી ગુરુજી અમને "- ચાલને જણાવી દઈએ,

ચાલને જલદી મીનું આજ શાળાએ જઈએ.

Rate this content
Log in

Similar gujarati poem from Children