યમુના
યમુના
ગિરિમાળા કલિંદ ચંપાસર શૈલ હિમ સરિતા
સપ્ત સરોવર કાલિંદી શીતલ જલ પ્રસરિતા,
કુંડ સપ્તર્ષિ બંદરપૂંછ ને ઉદ્દગમ યમુનોત્રી
યમુના જમુના હિમાદ્રી તરંગિણી નવ ગોત્રી,
અથડાતી પછડાતી ઉત્તરથી દક્ષિણે આવી
ગંગાના મેદાને જમુના સોનેરી કાંપ લાવી,
ધીરી ધારે પંથ પશ્ચિમે ચાલી મોજે મહાલી
દક્ષિણપૂર્વ પથ મથુરા કાન ગોપીને વહાલી,
યમુના ગંગા સંગમ પ્રયાગરાજે ભળ્યો ભેળો
નીર નિમ્નગા ધવલ રંગે બાર વર્ષે કુંભમેળો,
ધાન ધન ધન્ય ધરા બાસમતી નાસિકા મહેકે
અભ્યારણ્ય આસને પંખ પોપટ મન મોર ગહેકે,
ગિરિમાળા કલિંદ ચંપાસર શૈલ હિમ સરિતા
યમુના ધવલ આસમાની નીર હરિત હરિતા.