યાતનાની એ કથા
યાતનાની એ કથા
આપણે આઝાદ છીએ, એટલે તો મોજ છે,
યાતનાની એ કથા, સમજાય તો એ ખોજ છે,
આભથી ઉતરી નથી, મહેનત થકી એ સાંપડી,
રાખશું ઉન્નત વિચારો કાયમી, તો રોજ છે,
શૌર્યનો શણગાર ઉરમાં આણશું, કરવા જતન,
કો' નજર કૂડી કરે હણવા, હૃદય પણ તેજ છે,
કેટલાયે ભડવીર આવ્યાં, કામમાં ત્યારે મળી,
લાજ એની રાખશું ના, તો હૃદય પર બોજ છે,
ના વતનથી કો' વધારે, યાદ રાખી ચાલતાં,
દેશદાઝે દિલ બળે 'શ્રી', તો ખરું એ ઓજ છે.
