વ્યસન
વ્યસન
સમાજ વેરી
જીવન બને ઝેરી
વ્યસન થકી,
વ્યસન વાટ
અંતની શરૂઆત
રહો સચેત,
ખૂંપતા જાય
વ્યસન દલદલ
લઈને ડૂબે,
સમજો જરા
માનવજાતને જ
વ્યસન બદી,
વ્યસન થકી
માનવ બને પશુ
ના બચે કશું,
વ્યસન થકી
અમીર બને રાંક
આડો છે આંક,
પલીતો ચાંપે
કૌટુંબિક શાંતીમાં
વ્યસની પોતે.