STORYMIRROR

Rajesh Baraiya

Children

5.0  

Rajesh Baraiya

Children

વરસાદનું ગીત

વરસાદનું ગીત

1 min
26.6K


વાદળ વાદળ વાદળ,

વરસાદ ખેંચી લાવો,

નાનકડા છોડને માટે,

પાણી બહાવી આપો,

સારી સૃષ્ટિને તમે,

નવું જીવન આપો.

જંગલ ખેતર સર્વેમાં,

હરિયાળી ખુબ લાવો.

મોર અને મેંઢક માટે,

કળાનું કામણ લાવો,

ઘોર અંધારી રાત્રીમાં,

આગ્યાનો પ્રકાશ આપો,

સુગરી દરજીના માળામાં,

ઘાસ કુણું - કૂણું આપો,

જગતનાં તાત ખેડૂતને,

ખુશીની ખંજન આપો,

બાળકોની બાળસૃષ્ટિમાં,

હોડીની રમત આપો,

વનોમાં વનવાસી માટે,

પ્રકૃતિની વાચા આપો.


Rate this content
Log in

Similar gujarati poem from Children