સ્વર્ગની અનુભૂતી
સ્વર્ગની અનુભૂતી


મારા માટે પ્રકૃતિ એ ઈશ્વર છે,
આ તત્વમાં ઈશ્વર છે પૂરતું છે,
સ્વર્ગની મીઠી વાતોમાં મને,
હવે કોઇ રસ નથી,
પૃથ્વી પરજ સ્વર્ગની
અનુભૂતિ કરું છુ,
અહીં પ્રકૃતિનો ખજાનો,
સ્વર્ગ કરતા ચડીયાતો છે,
દરિયા કિનારે કે પર્વતની,
ટોચ પર ઉભા રહીને,
હું તો એટલું જ કહીશ.
રહેવું તો પૃથ્વીમાં રહેવું,
પૃથ્વી વગર ક્યાં રહેવું.