વૃક્ષ વાવીએ
વૃક્ષ વાવીએ
આવી આવી વરસાદની ઋતું,
સૌ સાથે મળી વૃક્ષો વાવીએ.
ઉનાળામાં ગરમી ખુબ લાગી રે,
આ તો વૃક્ષ થકી આવે વરસાદ.
આપણો ઓક્સિજન વૃક્ષ પ્રાણ,
વૃક્ષને નડતર રૂપ નહીં ગણીએ.
સમય કાઢી વૃક્ષા રોપણ કરીએ,
પ્રેમથી તેમની જાળવણી કરીએ.
આવી આવી વરસાદની ઋતું,
સૌ સાથે મળી વૃક્ષો વાવીએ.
