વરસાદી - હાઈકુ માળા (૨)
વરસાદી - હાઈકુ માળા (૨)
(૧)
લાગણી આવી
વાદળીઓની જેમ
વરસી ગઈ
(૨)
ગરમી ગઈ
વરસાદ આવે છે
તડકો ગયો
(૩)
નેતાજી કરે
હવાઈ નિરીક્ષણ
નદીમાં પૂર
(૪)
લાગણી ભીની
કુદરત નીખરી
વાદળી આવી
(૫)
સૂર્ય દેવના
સોનાના કિરણોમાં
નદી ઉછળે
