વૃક્ષોનું જતન
વૃક્ષોનું જતન
સિંચન કરી રોપાઓનું મળશે વૃક્ષ ઘટાદાર,
મૂલ્ય ઓછું ન આંક, એ તો જીવસૃષ્ટિનો આધાર,
નિજ સુખ માટે ન કર હરણ આ સ્વર્ગનું,
સ્વર્ગ સમાન સુખ માટે દ્વાર ના ખોલ નર્કનું,
સૃષ્ટીનું સૌંદર્ય શોભે છોડ,વન ઉપવનથી,
નિવાસસ્થાન પશુ પક્ષીઓનું, ખોરાક વનસ્પતિ,
કેમ કરૂણા મરી પરવારી ઓ જડ મતિ,
ખતમ થશે જીવન પ્રાણવાયુનાં ઉણપથી,
વૃક્ષોની કાટછટ કરી, બનાવી જમીન વેરાન,
પેટ્રોલ સાથે પાણીની મોંઘવારીનું કારણ,
કૃત્રિમ ઠંડકનો ઓરડાથી બીમારી ખોળે,
ઘટાદાર વૃક્ષ નીચે બેસી કુદરતનું સાનિધ્ય મળે,
વર્ષાનું આગમનનું કારણ આ તરુવરો,
રહેશે સલામત તો છલકાશે સરોવરો,
ટૂંક સમયનું સુખ કોંક્રિટનાં આ જંગલ,
દૂરદ્રષ્ટિ રાખ, ના કાપ, થશે સૌનું મંગલ.
