STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

વૃદ્ધત્વનું સત્વ

વૃદ્ધત્વનું સત્વ

1 min
68

વૃદ્ધત્વ આવે સહુને, વૃદ્ધત્વ સમયની બલિહારી છે,

હવે પેવેલિયનમાં બેસીને મેચ નિરખવાની વારી છે,


તંદુરસ્તી – મનદુરસ્તીને થઈ હોય ભલેને થોડી અસર,

સમજી ને જતું કરવું, એમાં વૃદ્ધત્વની ખુમારી છે,


જિંદગીના ત્રણ અંકના નાટકનો છેલ્લો અંક છે જારી,

પડદો પડી શકે ગમે ત્યારે, એમાં ક્યાં કોઈ છટકબારી છે ?


જિંદગી કાંઈ હોડ નથી, જિંદગી છે એક મુસાફરી,

જીવનના રસ્તે હવે એટલી જાગૃતતા ઉભારી છે,


દુનિયાના રંગમંચને માણ્યું છે રંગેચંગે

હવે પરમતત્વ તરફની દોડ પ્યારી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract