વિટંબણા
વિટંબણા
કોઈને ઝૂંપડી કોઈને મહેલ છે,
આવું બધું દાદાગીરીએ કરેલ છે,
રંગ ન જવાની પ્રભુ ગેરેન્ટી આપે,
તોયે પાવડરથી ઘર ભરેલ છે,
ઈચ્છા હોય તો ભાઈ દોડીને આવજો,
મૃત્યુની અહીં હરાજી રાખેલ છે,
હવે હડકવાની રસી પણ મળે,
માનવડંખની દવા ક્યાં બનેલ છે ?
‘સાગર’ અટવાયો એ વિટંબણામાં,
મારું આ મન આજ કેમ ભમેલ છે ?
