STORYMIRROR

Vandana Patel

Comedy

4  

Vandana Patel

Comedy

ચા

ચા

1 min
258

પત્ની ઉવાચ્)

જ્યારે મુકુ ગેસ પર હું 'ચા',

ત્યારે તું યાદ મને બહુ આવે.


કેવી મસ્ત ચા, તું રોજ પીવડાવે,

મારી આંખો ખુશીના આંસુ વહાવે.


તુ ઝડપથી બનાવજે ચા

મને આળસ બહુ આવે.


બહુ ગમે મને વાતો કરવી,

તું ચા લઈ ને આવ,


સાથે પારલે-જી બિસ્કીટ

પછી કરુ હું ચા સાથે વાત.


(પતિ ઉવાચ્)

આણે કર્યુ આમ, તેણે કર્યુ તેમ,

મુક તું માથાકૂટ, રોજની તારી કટકટ.


ચા સાથે ન હોય આવી વાત,

નહીં બનાવું કદી હવે ચા.


ગુસ્સો પતિનો સાંભળી બે મિનિટ મૌન,

પાછી શરુ થઈ વાત, બાજુવાળા ભાભી.


પત્ની ઉવાચ્

સપનું મારુ તુટી ગયું, ન થઈ ચા સાથે વાત,

ચાલો, હવે કરુ ફરી કો'ક વાર, ચા સાથે વાત.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy