STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Comedy Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Comedy Others

વૈજ્ઞાનિક શોધોનું કારણ

વૈજ્ઞાનિક શોધોનું કારણ

1 min
281

વિજ્ઞાનની શોધથી મારું કામ હળવું થયું,

વિચાર આવ્યો આ શોધ બધી કેમ થઈ હશે ?


કોઈ પત્ની એ તેના પતિ ને ધમકી આપી હશે !

આવા મેલડાટ કપડાં કરશો તો હું નહિ ધોઉં,

ધોકો મારી મારી ને મારા હાથ દુખે છે,

લાગી આવ્યું હશે પતિને હૈયા સોંસરવું આ મેણું,

ત્યારે વોશીંગ મશીનની શોધ થઈ ગઈ હશે !


હું તો ચૂલો ફૂકી ફૂકીને થાકી,

આ આગથી હું તો દાજી,

હું હવે નહિ બનવું ભાજી,

ભૂખ લાગી હોય તો ભાજી ખાઈ લો કાચી,

આ ભૂખ ના મર્યા કોઈ પતિએ,

કરી નાખી હશે ગેસ ના ચૂલાની શોધ.


અરે આ ઘંટલા પર અનાજ દળી દળીને,

મારા હાથ ગયા દુઃખી,

તમે શું કરી શકવાના મને સુખી !

બસ આ શબ્દો લાગ્યા તીર જેવા,

બસ ત્યારેજ ઘંટી ની શોધ થઈ ગઈ હશે !


બહારથી લાવી પાણી ,

મારી ચામડી થઈ ગઈ કાળી કાળી,

હવે હું નહિ લાવું પાણી,

તમારે પીવું હોય તો લઈ આવો પાણી,

બસ સ્ત્રીના આ જીદને પરિણામે,

ઘરના બોરિંગની શોધ થઈ ગઈ હશે !


ખાંડનીમાં મસાલા મારાથી નથી ખંડાતા,

દુખે મારા હાથ તોય મરચા બરાબર નથી પિસાતા,

આમ કહી પત્ની દેવી રિસાતા,

મનાવવાની મથામણમાં,

આ મિક્સરની શોધ થઈ ગઈ હશે !


તમારે ખાવી ખીર પૂરી,

પણ હું કેમ બનાવું પૂરી,

એકલી એકલી હું તો સાવ અધૂરી,

તમારા થકી થાવ હું પૂરી,

હું બનાવુ ગોયણા ને તમે વણો પૂરી,

બસ વાતે વાતે વાત વણસી ગઈ

બસ પત્નીની જીદમાં,

પૂરી વણવાના મશીનની શોધ થઈ ગઈ.


મિક્સર, બ્લેન્ડર,ઘર ઘંટી મશીન થકી,

રસોડાની રાણી, બની ગઈ મહારાણી,

સ્ત્રીની જીદ સામે ભરે સૌ પાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy