રજવાડું
રજવાડું
ઠાઠ એનો નિરાલો, નામ એનું રાજા
આજુબાજુ મિત્રો, હંમેશા રહેતા તાજા,
સૌ કોઈને ગમતો એ, નામ એનું રાજા
ધીરે ધીરે ચાલતો, સાથે બજતા મોટા બાજા,
આંખ કોઈના મિલાવે, ગગડી જાય હાંજા
લાંબી મૂંછો વાળો, રજવાડી એના ઝાઝા,
નિર્બળનો બનતો રક્ષક, સહાય કરતો સૌને
નામ હોય એનું બીજું, લોકો કહે એને રાજા,
જ્યાં જાય ત્યાં, છવાઈ જાય એનું રજવાડું
ન્યાયપ્રિય બની રહેતો, બનતો ન્યાયી રાજા,
રજવાડાં તો ઘણા, એમાં આ નાનું રજવાડું
રાજા ના હોવા છતાં, લોકો કહેતા એને રાજા.
