વિદ્યુત તારી વાતો
વિદ્યુત તારી વાતો
વિદ્યુત તારી વાતો...વાતો તારી કરાય ના...!
દેખાય મોટો જાડો...
તોય વિદ્યુત સામે એ જાય ના...
સાંભળીને તારી વાતો...
તું ઝટકા આપ્યા વિના જાય ના...
વિદ્યુત તારી વાતો...વાતો તારી કરાય ના...!
નડે તું બધા ને...
તોય તારા વિના રે'વાય ના...
દિવસ તો દિવસ...
રાત પણ તારા વિના જાય ના...
વિદ્યુત તારી વાતો...વાતો તારી કરાય ના...!
ફોન, કોમ્પ્યુટર તારા સગા...
સગા વિના જીવાય ના...
તારી જ થઈ આ દુનિયા...
તારા વિના જીવાય ના...
વિદ્યુત તારી વાતો...વાતો તારી કરાય ના...!