કુવાનો હું દેડકો
કુવાનો હું દેડકો
કુવાનો હું દેડકો, હું દરીયાને કેમ જાણું !
ના જોયું મેં દ્વારકા, હું દ્વારકાધીશને કેમ જાણું !
ના જોયું મેં સોમનાથ, હું ભોળાનાથને કેમ માનું !
જોયું મેં તો કુવાનું સ્થિર પાણી હું દરિયાને કેમ માનું ?
કુવાનો હું દેડકો, હું દરીયાને કેમ જાણું !
ના જોયું મેં જૂનાગઢ, હું દત્તાત્રેયને કેમ જાણું !
ના જોયું મેં ચોટીલા, હું ચામુંડમાને કેમ માનું !
જોયું મેં તો કુવાનું સ્થિર પાણી હું દરિયાને કેમ માનું ?
કુવાનો હું દેડકો, હું દરીયાને કેમ જાણું !
ના જોયું મેં બહુચરાજી, હું બહુચરમાને કેમ જાણું !
ના જોયું મેં પાવાગઢ, હું મહાકાળીને કેમ માનું !
જોયું મેં તો કુવાનું સ્થિર પાણી હું દરિયાને કેમ માનું ?
કુવાનો હું દેડકો, હું દરીયાને કેમ જાણું !
ના જોયું મેં ડાકોર, હું રણછોડરાયને કેમ જાણું !
ના જોયું મેં સાળંગપુર, હું હનુમાનજીને કેમ માનું !
જોયું મેં તો કુવાનું સ્થિર પાણી હું દરિયાને કેમ માનું ?
કુવાનો હું દેડકો, હું દરીયાને કેમ જાણું !
ના જોયું મેં બગદાણા, હું બાપાસીતારામને કેમ જાણું !
ના જોયું મેં સાળંગપુર, હું સ્વામિનારાયણને કેમ માનું !