સપનાંઓ મારા સાથી છે
સપનાંઓ મારા સાથી છે
સપનાંઓ મારા સાથી છે, નથી રહ્યો હું એકલો,
સપનાંથી સજાવ્યું ઘર, બની રહ્યો છું હું જાદુગર,
એક નાની સાઈકલ પર, જાઉં છું હું તો ફરવા,
રસ્તા મળ્યાં અનેકો પણ, જાઉં છું હું મંજિલ પર,
સપનાંઓ મારા સાથી છે, નથી રહ્યો હું એકલો !
એક તું છે જીવનમાં, ચાલું હું તો જાણે મનમાં,
માનું છું મંજિલ તું, દૂર જઈ બેઠી ગગનમાં,
ધીમો હું તો રહ્યો, ભલે તારાથી દૂર રહ્યો,
પહોંચીશ તારી પાસે, ભલે ધીમો હું રહ્યો,
સપનાંઓ મારા સાથી છે, નથી રહ્યો હું એકલો !
બની ગયો છું મોટો, નથી હું બાળક રહ્યો,
નથી હવે હું રોતો, મજબૂત છું બની રહ્યો,
સફર પહેલો કરું જીવનમાં, હમસફર બન્યું સપનું મનમાં,
માનું છું મંજિલ તું, દૂર જઈ બેઠી ગગનમાં,
સપનાંઓ મારા સાથી છે, નથી રહ્યો હું એકલો !