STORYMIRROR

yuvrajsinh Jadav

Others

3  

yuvrajsinh Jadav

Others

સૃષ્ટિના નિર્માતા

સૃષ્ટિના નિર્માતા

1 min
206

તું ઈશ્વરનું અણમોલ જ્ઞાન

તું નથી તો દુનિયા આ કેવી !

તું નથી તો સૃષ્ટિ આ કેવી !

જાણે અંધારી દેવી...


તું ઈશ્વરનું અણમોલ જ્ઞાન

તું નથી તો શરીર આ કેવું !

તું નથી તો ખોળિયું આ કેવું !

જાણે શીશ વગરના ધડ જેવું...


તું ઈશ્વરનું અણમોલ જ્ઞાન

તું નથી તો મિત્રતા કેવી !

તું નથી તો એકતા કેવી !

જાણે વિખૂટી પડેલી લાગણીની દેવી...


તું ઈશ્વરનું અણમોલ જ્ઞાન

તું નથી તો જીવો બધા કેવા !

તું નથી તો સજીવો બધા કેવા !

જાણે નિષ્ઠુર પથ્થરો જેવા...


હે આત્મા પરમાત્મા કર દયા સર્વમાં

તું જ માતા, તું જ પિતા...

હે સૃષ્ટિના નિર્માતા.


Rate this content
Log in