ચકલી બની ઊડી જઈએ
ચકલી બની ઊડી જઈએ
ચકલી બની ઊડી જઈએ,
ચાંદા મામાના દેશમાં !
રૂપાળી વાદળીને અંધારું આભ જો,
જઈને વાદળી બની જઈએ,
ચારે કોર ચાંદનીને વચ્ચે ચાંદલિયો,
ચાંદલ્યાને મળી લઈએ,
ચકલી બની ઊડી જઈએ,
ચાંદા મામાના દેશમાં !
આવશે જો બાજ તો હવે લડી લઈએ,
તો હવે લડી લઈએ, ચાંદામામાના દેશમાં,
તારલાઓને મળી લઈએ, થોડું સાથે રમી લઈએ,
સૂરજ દાદાને નમી લઈએ,
ચકલી બની ઊડી જઈએ,
ચાંદા મામાના દેશમાં !
