પૃથ્વી પર તો આમજ ગણતરી થાય છે.
પૃથ્વી પર તો આમજ ગણતરી થાય છે.
1 min
164
સુંદર સવારે નીકળ્યો સુરજ,
જે સાંજ પડેને આથમી જાય.
રાત્રીના અંધકારમાં પુનમનો ચાંદ,
જે સુરજથી છુપતો-છુપાતો નીકળી જાય.
ચોમાસાની ઋતુમાં ચાદર ઓઢી ઉભેલો ચાંદ,
શિયાળામાં તે ચાંદ ફરી ઉભો થાય,
પ્રકૃતિના તો બે જ ઇષ્ટદેવ છે.
કોઈ કે સુરજ તો કોઈ ચાંદને પુજવા જાય.
ઈશ્વર તારી લીલા તો જો એક આપે તડકો તો,
બીજો શીતળતાનું ઝરણું વહાવતો જાય,
પૃથ્વી પર તો આમજ ગણતરી થાય છે.
