સોનાને પારણે ઝૂલે કે કા'ન
સોનાને પારણે ઝૂલે કે કા'ન
સોનાને પારણે ઝૂલે કાન...
કે, કાન ઝૂલે છે...
સૂઈ લે આજે કાન કાલે મોટો રે થાશે...
મોટો રે થઈને તું ગાયો ચરાવજે...
જશોદા ઝૂલાવે તને કાન...
કે, કાન ઝૂલે છે.
સૂઈ લે આજે કાન કાલે મથુરામાં જાશે...
મથુરામાં તને મામાં કંસ બોલાવશે...
જશોદા ઝૂલાવે તને કા'ન...
કે, કાન ઝૂલે છે.
સોનાને પારણે ઝૂલે કાન...
કે, કાન ઝૂલે છે.
સૂઈ લે આજે કાન કાલે કંસને તું મારજે...
કંસને મારીને મથુરાનો રાજા થાશે...
જશોદા ઝૂલાવે તને કાન...
કે, કાન ઝૂલે છે.
સૂઈ લે આજે કાન કાલે કલિયાવન આવશે...
રણ છોડીને તું રણછોડ કહેવાશે...
જશોદા ઝૂલાવે તને કાન...
કે, કાન ઝૂલે છે.
સોનાને પારણે ઝૂલે કાન...
કે, કાન ઝૂલે છે.
સૂઈ લે આજે કાન કાલે દ્વારકા તું જાશે...
દ્વારિકા જઈને તું દ્વારકાધીશ થાશે...
જશોદા ઝૂલાવે તને કાન...
કે, કાન ઝૂલે છે.
સૂઈ લે આજે કાન કાલે અર્જુન બોલાવશે...
ગીતા સંભળાવી તું જ્ઞાન એને આપજે...
જશોદા ઝૂલાવે તને કાન...
કે, કાન ઝૂલે છે.
સોનાને પારણે ઝૂલે કા'ન...
કે, કાન ઝૂલે છે..., ઝૂલે છે... ઝૂલે છે.
