એક ભેંસ તો છે જાડી
એક ભેંસ તો છે જાડી
એક ભેંસ તો છે જાડી... તેને આવી પાડી.
પાડીને તો ફરવા જોય..ભેંસને તો ચરવા જોય.
પાડી આવી ફરવા... શહેરમાં રખડવા.
ભેંસ આવી ચરવા... જંગલમાં તો મરવા.
શહેરમાં તો વાહન ચાલે, પાડીને એ બહુ ડરાવે...
જંગલમાં તો સિંહ ગર્જે, ભેંસ રાણી ઊભી ફફડે...
પાડી એ તો દોડ મૂકી. ઊભા રસ્તે ગાંગરે...
ભેંસે પુછની મરોડ લીધી. ઘર એને સાંભરે...
એક ભેંસ તો છે જાડી... તેને આવી પાડી...
પાડીને તો ફરવા જોય...ભેંસને છે ચરવા જોય..
પાડી પાછળ કૂતરા... શહેર એ પણ ઉત્તરા...
ભેંસ સાથે શિયાળીયા... જંગલ એ તો હાર્યા...
કૂતરા પાડીને નડતા થયા...પાડીને રસ્તે ચડતા થયા...
શિયાળીયા પણ પડતા થયા... ભેંસને એ નડતા થયા...
પાડી જાય છે લપટી... કૂતરા પડે છે ઝપટી.
ભેંસ જાય છે હાંફી... શિયાળીયા નાંખે કાપી.
એક ભેંસ તો છે જાડી... તેને આવી પાડી...
પાડીને તો ફરવા જોય...ભેંસને છે ચરવા જોય.
