STORYMIRROR

yuvrajsinh Jadav

Tragedy Inspirational Thriller

4  

yuvrajsinh Jadav

Tragedy Inspirational Thriller

મને જણાવો કોણ છે ભગવાન

મને જણાવો કોણ છે ભગવાન

1 min
261

મને જણાવો કોણ છે ભગવાન !

મંદિરમાં રહેનાર એ સુંદર મૂર્તિ કે,

મંદિરની બહાર બેસનાર એ ભૂખ્યું બાળક...


મને જાણવો કોણ છે ભગવાન !

મોટી-મોટી ઇમારતોમાં રહેનાર મૂર્તિ કે,

ઇમારતને બનાવનાર એ માણસ...


મને જણાવો કોણ છે ભગવાન !

આપણો બનાવેલો થાળ જમનાર મૂર્તિ કે,

આપણને થાળ બનાવી આપનાર એ સ્ત્રી...


મને જણાવો કોણ છે ભગવાન !

મારી પાસે દાન લેનાર એ મૂર્તિ કે,

મને પગાર આપનાર એ માણસ...


મને જણાવો કોણ છે ભગવાન !

બીજા પાસે સુવિચાર લખાવનાર મૂર્તિ કે,

સુવિચાર લખતા શીખવનાર એ વ્યક્તિ...


મને જણાવો કોણ છે ભગવાન !

મારી પાસે આરતી કરાવનાર એ મૂર્તિ કે,

હંમેશા મારા જ ગુણગાન ગાનાર એ વ્યક્તિ...


મને જણાવો કોણ છે ભગવાન !

જેને માણસ કોતરીને બનાવે છે એ મૂર્તિ કે,

જે માણસ માણસને જ બનાવે છે તે ?


હું જણાવું કોણ છે ભગવાન !

હંમેશા મારી ચિંતા કરનાર મારી મા અને

સદૈવ મારા સારા માટે પરિશ્રમ કરતાં મારા પિતા...


જાણો કોણ છે ભગવાન.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy