અધૂરી લાગે છે
અધૂરી લાગે છે
રોજ સાંજે તારી સાથે વાત કે મુલાકાત ન થાય,
તો એ સાંજ અધૂરી લાગે છે,
તારા વગર આ દુનિયા ક્યાં પુરી લાગે છે !
જે યાદમાં ક્યાંય તારી યાદ ના હોય,
એ દરેક યાદ અધૂરી લાગે છે,
તારા વગર આ દુનિયા ક્યાં પુરી લાગે છે !
મારી શાયરીમાં તારું વર્ણન ન થાય,
તે શાયરી અધૂરી લાગે છે,
તારા વગર આ દુનિયા ક્યાં પુરી લાગે છે !
જે સપનામાં તું ના હોય એ,
સપનું મને અધૂરું લાગે છે,
તારા વગર આ દુનિયા ક્યાં પુરી લાગે છે !
આવી તું મારી જીંદગીમાં જીંદગી બનીને,
તારા વગર જીંદગી પણ અધૂરી લાગે છે,
તારા વગર આ દુનિયા ક્યાં પુરી લાગે છે !

