STORYMIRROR

Dina Chhelavda

Abstract Inspirational

4  

Dina Chhelavda

Abstract Inspirational

વ્હાલપણમાં રહી ગઈ

વ્હાલપણમાં રહી ગઈ

1 min
201

પાંચીકાથી શરુ થઈ... ને ઘડપણમાં રહી ગઈ,

બાળપણની જિંદગી એ આંગણામાં રહી ગઈ !


સમુંદર કિનારે ભીની'શી રેતીના ઘર ગોખલામાં, 

પગરવની છાપ મોજે મહેરામણમાં વહી ગઈ !


સાંકળી લઈને જે સાતતાળી રમતી'તી ચોકમાં,

છોકરી એ સાસરે જઈ શાણપણમાં રહી ગઈ !


જવાબદારીના બોજ તળે.. મચડાતી કચડાતી,

અધૂરી ઈચ્છાઓ, આહ... દર્પણમાં રહી ગઈ !


શું પામ્યા, શું ગુમાવ્યું, એ હિસાબો ક્યાં માંડવા,

જિંદગીની મજા મિત્રોના વ્હાલપણમાં રહી ગઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract