વ્હાલાની ઝાંખી
વ્હાલાની ઝાંખી
ગોકુળના ગોવાળ, મથુરાના મોહન,
ડાકોરના ઠાકોર, દ્વારકાના નાથ,
રણછોડ, માખણચોર, નંદના લાલ,
ચક્રધર, પાર્થસારથી આપજો સાથ.
નિત્ય હોય ઉત્સવ 'ને નિત્ય આનંદ,
નિત્ય એને પારણા 'ને નિત્ય આઠમ,
નંદકુંવર નિરખવા એને એ નિત્યક્રમ,
વ્હાલીડાની ઝાંખી સામે બધું ધપ.