STORYMIRROR

VIGNESH DESAI 'ANIVESH'

Others

3  

VIGNESH DESAI 'ANIVESH'

Others

વરસાદ

વરસાદ

1 min
442

ન વાદ હતો, ન કોઈ વિવાદ હતો,

તોય ન જાણે બંધ સંવાદ હતો,


વાદળોએ આવી તોડ્યા અબોલા,

કેવો સુંદર આભ-ધરાનો મિલાપ હતો,


ધરાનો નાથ જોઇ રાહ બેઠો હતો,

નહોતો આવતો એ વરસાદ હતો,


આવ્યો છે મેહુલા તો રોકાજે બાપલા,

વિનવી વધામણી તેની તાત કરતો હતો. 


Rate this content
Log in