STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Children Others

3  

Dharmik Parmar 'Dharmad'

Children Others

વાંસળીબેન

વાંસળીબેન

1 min
13.4K


વાંસળી બેન રીસાણાં છે,

ખુરશી નીચે જઈ ભરાણાં છે !

વાંસળી બેન રીસાણાં છે.


વાંસળી બેન તો જમે નહીં,

રમે નહીં, કોઈની સાથે ભમે નહીં !

પાવા ભાઈ બહું મનાવે છે !

મંજીરો 'ચોકલૅટ' બતાવે છે !

એતો, કબાટમાં જઈ સંતાણા છે,

વાંસળી બેન રીસાણાં છે.


વાંસળી બેન તો ખાય નહીં,

ગાય નહીં, નદીએ ન્હાવાં જાય નહીં !

ઢોલક ભાઈ બહું ઉદાસ છે !

તબલું તો એનું મિત્ર ખાસ છે !

એતો, બધાંથી બહું ચિડાણાં છે,

વાંસળી બેન રીસાણાં છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children