ઉદરમાં
ઉદરમાં
રમાડ્યો, જમાડ્યો, ઉપાડ્યો ઉદરમાં,
તું મા છો દયાળી, નિભાવ્યો ઉદરમાં,
અહેસાન છે ખૂબ આપનું ઉપરથી,
મહિના પૂરા નવ સમાવ્યો ઉદરમાં,
વહેઢી દુઃખોને કર્યું છે સજીવન,
રખાવ્યું રખોપુ ટિગાળ્યો ઉદરમાં,
સહી છે પીડાઓ ઘણી એકધારી,
સહીને ખરોંચો તપાવ્યો ઉદરમાં,
ઉપાડી જહેમત સવારી અમાનત,
રખાવી ઘરોબો સજાવ્યો ઉદરમાં,
બતાવે ન મૂંઝવણ સહીને સન્નારી,
શું છે એ મૂંઝારો બતાવ્યો ઉદરમાં,
હે માતે કૃપા છે તમારી અવિચળ,
સમુળગો મનુષ્યને ઊગાડ્યો ઉદરમાં.

