તુંજ તારો સાચો દોસ્ત
તુંજ તારો સાચો દોસ્ત
તુંજ છે તારો સાચો દોસ્ત,
બાંધ મિત્રતા તારી સ્વ સાથે,
તુંજ છે તારો દુશ્મન,
દુર્ગુણોને તું નામશેષ કર,
બાહ્ય સુખનો ભૂખ્યો તું,
સુખને આમ તેમ શું શોધે ?
તુજ છે તારો સાચો દોસ્ત,
સ્વ સાથે દુઃખ વ્યક્ત કરી તો જો,
તારી અંદરથી જ તને જવાબ મળશે,
એજ તને સુખનો અહેસાસ કરાવશે !
ત્યારેજ થશે અહેસાસ તને,
તુજ છે તારો સાચો દોસ્ત !
