તું નારી છો
તું નારી છો
વીર બન તું, નારી છો..!
આગળ વધ તું, નારી છો...!!
ભલ-ભલાં નમ્યા છે, તારી સામે..!
ન્યાય માટે લડ, તું નારી છો..!!
કેટ-કેટલાં દાનવોનો,
અંત કર્યો છે તેં..!
કર્મ કર, તું નારી છો..!!
આમ, મુંઝાઈ ને બેસવાથી કંઈ નહીં વળે..!
અવાજ ઉઠાવ, તું નારી છો...!!
કાયરો છે એ પુરૂષ જે નારીની ગરીમા જાળવી નથી શકતાં..!
પોતાની ભૂલ કબૂલવી,
એ પણ એક વીરતાં છે...!
સીધાં કર આ બધાને, તું નારી છો...!!
નાલાયકો છે, હજું આ સમાજમાં ઘણાં..!
કે જે એક સ્ત્રીનો ઉપયોગ,
બીજી સ્ત્રીને જીતવાં કરે છે...!!
આવું કરી પ્રશ્નો ઉભા કરે છે, એનાં પુરૂષત્વ પર...!
આ અંધકાર રૂપ ચક્રવ્યૂહ તું તોડ, તું નારી છો..!!
આજે સ્ત્રી પણ ખોટાં પુરૂષ પક્ષમાં જઈ,
નહીં ખાલી સ્ત્રી જાતીનું,
પણ તેની ગરીમાઓનું એ અપમાન કરે છે...!
આ દરેક ને તું ઉચ્ચ પાઠ ભણાવ, તું એક નારી છો...!!
તું શકિત છો..તું જ નારાયણી છો..!
તું કામ છો.. તું ક્રોધ છો..
તું કાલી છો... તું કલ્યાણી છો..!!
તું જ પાપીઓનો વિનાશ છો..!
તું જગ-જનની છો, તું જગદંમ્બા છો...!!
તું સમાજ નું નૂર છો, તું નારી છો....!!!
