ટકોરે ટકોરે
ટકોરે ટકોરે
જિંદગી આ વેડફાય ટકોરે ટકોરે,
વાંદરવેડાં કરાય ટકોરે ટકોરે,
કબરમાં દાટો કે શબને બાળી નાખો,
મરતાં બધા ભૂલાય ટકોરે ટકોરે,
બીજાનું જોઈ લાગતી અંતરમાં આગ,
જાતને બાળી નખાય ટકોરે ટકોરે,
‘સાગર’ રુંવે રુંવે ચેતી રહેવું પડે,
એ તો વળગતી જાય ટકોરે ટકોરે.
