STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

3  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

તરસ

તરસ

1 min
295

આજેય પણ મારું હૈયું એટલું જ ઉદાસ છે,

કે તારી ગેરહાજરીમાં રોકાયા મારાં શ્વાસ છે,


ને દશા એવી થઈ છે હવે મોહબ્બતમાં મારી,

મને ખ્યાલમાં થઈ રહ્યો એ શહેરનો પ્રવાસ છે,


ચમનમાં વિહરવાં છતાં મળ્યું ના ફૂલ ભમરાને,

હું પણ શોધું છું તને કારણ કે તું બહુ ખાસ છે,


તને મળવા હવે અવાશે નહીં, સંકોચ વચ્ચે છે,

એટલે જ પરોક્ષ રીતે રાખી, મેં તારી તપાસ છે,


મોસમ ચોમાસાની છે છતાંય હૈયું તપી રહ્યું છે,

છીપી શકે એ પાણીથી એવી તો ક્યાં પ્યાસ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy