STORYMIRROR

Chetna Joshi

Tragedy

3  

Chetna Joshi

Tragedy

કોરોનાનો કહેર

કોરોનાનો કહેર

1 min
140

કોરોના કહેર એ મચાવ્યો છે,

કોરોનાએ કહેર મચાવ્યો છે,


હસતી કૂદતી ખીલતી દુનિયામાં,

જો ને સન્નાટો ખૂબ જવાયો છે,

કોરોનાએ કહેર મચાવ્યો છે,


વિદ્યાર્થી-શિક્ષક વેપારી કે હો આમ નાગરિક,

પોતે બન્યા પોતાનાથી પરાયા,

એક છૂપો ભય ખૂબ ડરાવ્યો છે,

કોરોનાએ કહેર મચાવ્યો છે


એકલા રહીને ટકી શકવાનું ને,

ભીડમાં રહ્યા તો એકલા જતા રહેવાનું,

જાણે મોતનો તાંડવ રચાયો છે,

કોરોનાએ કહેર મચાવ્યો છે,


બેગજની દૂરી, માસ્ક બાંધો જરૂરી

કોરોના ક્યાં સગો થવાયો છે ?

કોરોનાએ કહેર મચાવ્યો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy