હેલી
હેલી
હેલી ઓ હેલી
હું જોઉં તારી વાટલડી
ફોરાં ફોરાં લઈ તું આવ રે.... હેલી...
કાળી કાળી વાદલડી
ઝરમર ઝરમર તું આવ રે... હેલી...
ચમક ચમક વીજલડી
ક્ડક્ડ કડકડ તું આવ રે... હેલી..
લીલી લીલી ચૂંદલડી
લીલીછમ લીલીછમ તું આવ રે.... હેલી..
રંગીન રંગીન મેઘધનુષડી
ખુશીખુશી ખુશીખુશી તું આવ રે... હેલી...
