ગુજરાતની ધરા
ગુજરાતની ધરા
અમ દિવ્ય ભૂમિ ગુજરાતની
અમ ધન્ય ભૂમિ ગુજરાતની,
તું કર્મભૂમિ માધવ મોહનની
તું જન્મભૂમિ ગાંધી મોહનની,
ધન્ય..
એક કરી ભારત ધરાને
ગર્જના એ સરદારની,
ધન્ય..
સાગર પખાળે ચરણો જેના
એ ધરા પવિત્ર સોમનાથની,
ધન્ય
સાવજ ગરજતો ગીરમાં
વિશ્વમાં ગરજે ગુજરાતી,
ધન્ય
ખેડે સાગર સૌ ગુજરાતી,
ખુંદે ધરતી આલમની,
ધન્ય
નાદ નરસૈયાનો ગુંજતો અહીં
સુર હેમચંદ્રના સ્તવનનો ગાજે,
ધન્ય
વિશ્વ સ્વીકારતું નેતૃત્વ નરેન્દ્રનું
હરખે ભારત સાથે ગુજરાતી,
ધન્ય.
