પથ્થરના દેવ
પથ્થરના દેવ
બિડાયેલી આ આંખોમાં સપના તો હજાર હતાં,
પણ સાકાર કરવા સાથે મારી તેઓ નહોતાં,
વચન તો મિત્રતા નિભાવવાનું આપેલ હતું,
પણ શું આજ હાથ ઊંચો કરવો મુશ્કેલ હતું ?
તમે ભલે ગયા વહેતાં નીરની માફક
ને પાછા પણ ફર્યા વરસાદની માફક,
વિચારું છું, દૂધ હોય કે જળ,
શિવલિંગ પર ટકતાં નથી,
એવી જ રીતે, પથ્થરના દેવ મારા,
ન પલળ્યા મારી આંખોનાં જળથી.
