STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Tragedy

3  

Ramesh Patel (Aakashdeep)

Tragedy

ખટકો મને

ખટકો મને

1 min
201

કેમ ના વાદળો વરસે રણે

એજ રે વાતનો ખટકો મને,

 

રોજ આવી તમે સપને રમો

ના મળો દોડતા ખટકો મને,

 

મધ્ય મેળે રમું કેમ અટુલો

ખોળું એ ના મળે ખટકો મને,

 

ગોપ રાધા અને વિરહી વ્રજ

બંસરી ના બજે ખટકો મને,

 

ઝૂમતાં ફૂલડાં વગડે હસે

સૂનમૂન ઉરનો ખટકો મને,

 

ગાગરશું હૈયું નાનું જ અમથું

રોજ ઢોળે અમી ખટકો મને,

 

કેમ ના રોજ પૂનમ ખીલતી

‘દીપ, સાગર કહે ખટકો મને.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy