તર્ક
તર્ક

1 min

49
કવિતામાં ક્યાં હોય છે તર્ક
વાંચનારને પડતો નથી ફર્ક,
સ્વર્ગને પણ બતાવી દ્યે નર્ક
ને વિષુવવૃતને લેખાવે કર્ક,
ઉડવાનું કલ્પનાની પાંખ પર
ચીતરે દરિયાના મોજા ઉપર,
આપે ઉપમા વળી આડેધડ
વાતમાં ન માથું હોય ન ધડ,
લખતા બને પંક્તિ ક્યાં શ્લોક
ભલે કોઈ સમજે જઈ પરલોક,
કવિતામાં ક્યાં હોય છે તર્ક
હોય જો કે જાણવા જેવો અર્ક .