તો છે દિવાળી
તો છે દિવાળી
ઘરમાં ઉલ્લાસ તો છે દિવાળી,
હૈયામાં ઉમંગ તો છે દિવાળી,
બાળકોનો ખિલખિલાટ તો છે દિવાળી,
પ્રેમનો વરસાદ તો છે દિવાળી,
નાતજાતનો ભેદ ભૂલાય તો છે દિવાળી,
લાગણીઓ લહેરાય તો છે દિવાળી,
અંતરને ઉજાળીએ તો છે દિવાળી,
ગરીબને કરીએ મદદ તો છે દિવાળી,
ભીતરથી ઝળહળીએ તો છે દિવાળી,
આંખોમાં અમી ઊભરાય તો છે દિવાળી,
હસતાં હસતાં મળીએ તો છે દિવાળી,
મળીને હરખાઈએ તો છે દિવાળી,
હર્ષરૂપી દીવડા પ્રગટાવીએ તો છે દિવાળી,
કોઈની પીડા જાણીએ તો છે દિવાળી,
લઈએ અને આપીએ ખુશી તો છે દિવાળી,
સાચા રસ્તે વળીએ તો છે દિવાળી,
સારાં કામ કરીએ તો છે દિવાળી,
દુર્ગુણોને દૂર કરીએ તો છે દિવાળી,
સારાં ગુણો વિક્સાવીએ તો છે દિવાળી,
જીવનને મહેકાવીએ તો છે દિવાળી.
