થઈ ગઈ। !!!
થઈ ગઈ। !!!


જિંદગી સાથે, આજ રુબરુ વાત થઈ ગઈ,
ચાલતાં ચાલતાં, એક મુલાકાત ખાસ થઈ ગઈ !
સુખ દુખની ઝરમર, બોછાર થઈ ગઈ,
કાંટાની, પળ સાથે મુલાકાત થઈ ગઈ !
ઉંમરની અનુભવો સાથે, ઓળખાણ થઈ ગઈ,
વાળની સફેદી હવે, પહેચાન ખાસ થઈ ગઈ !
સંબંધોની, આજ નવી વ્યાખ્યા થઈ ગઈ,
પોતાનાંઓની કમી હવે, જીવનમાં વધી ગઈ !
પ્રત્યક્ષતાની, કિંમત આજ જીવનમાં ઘટી ગઈ,
પરોક્ષતા, વ્યક્તિની આજે આદત થઈ ગઈ !