STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

થાય તારી ભલી

થાય તારી ભલી

1 min
371

હવાનું કાપડ વણ તો થાય તારી ભલી,

પાગલની લિપિ ભણ તો થાય તારી ભલી,


તારી આવડતનું છે તને ખૂબ ગુમાન,

આકાશે મહેલ ચણ તો થાય તારી ભલી,


ગાળાગાળીમાં તારી જોડી મળવી મુશ્કેલ,

વાણીના ચલાવ ઘણ તો થાય તારી ભલી,


જાપ જપ્યાં વિના પણ પ્રભુ તો આપી દેશે,

’દાદા’નું કર રટણ તો થાય તારી ભલી,


મુસીબતો જોઈને ‘સાગર’ ડરી જવું શું ?

કલાને જઈ પરણ તો થાય તારી ભલી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy